કસુંબો ગુજરાતી ફિલ્મ :- શેત્રુંજય પર્વત નું રક્ષણ માં દાદુ બારોટ અને અમર નું બલિદાન !

કસુંબો ગુજરાતી ફિલ્મ :- શેત્રુંજય પર્વત નું રક્ષણ માં દાદુ બારોટ અને અમર નું બલિદાન !

February 24, 2024

કસુંબો ગુજરાતી ફિલ્મ :- શેત્રુંજય પર્વત નું રક્ષણ માં દાદુ બારોટ અને અમર નું બલિદાન !

શૂરવીરોનો નો સમર્પણ ભાવ - " કસુંબો " ગુજરાતી ફિલ્મ

ઘણા વર્ષો પછી ગુજરાતી ફિલ્મ નો દોર આવ્યો, ૧૯૯૫ પછી અતયાસીક ફિલ્મ માં જાણે અકાળ પડી ગયો હોય, ઘણા વર્ષો પછી વાત જોયા પછી કોઈ શોર્ય ,બલિદાન અને જોશ ખુમારી થી ભરેલ ગુજરાતી ફિલ્મ થીએટર માં જોવા લાગી., 

આ તેરમી સદી ની શરૂઆત ની વાત છે , એક બાજુ ખીલજી ઓની ભારત પર સડાઇ અને ભારત માં હિન્દૂ રાજા રજવાડાઓ ની પરસ્પર લડાઈ - તેમાં અલ્લાઉદીન ખીલજી મોકો જોઈને ભારત ના ઘણા રજવાડા ઓ ને જીતે છે અને મંદિરો ને ધવસ્ત કરે છે. એમાંથી ખરેખર બનેલ એક વીરગાથા પર ફિલ્મ બની છે જેનું નામ " KASUMBO " .

અલ્લાઉ દિન ખીલજી એ પાટણ લુંટ્યું પછી તેમની નજર શેત્રુંજય પર આવેલ આદિનાથ દાદાનું મંદિર લૂંટવા પર નજર હતી , નાનકડા એવા ગામ ના માત્ર ૧૦૦ ઘર નું એ ગામ એમાં પણ ગણ્યે ગણાય એવા યુવાનો અને વડીલો અને મહિલાઓએ એ પર્વત ની રક્ષા કરવાનો નિર્ણય લીધો , એક બાજુ સમુન્દર જેવડી ખીલજી ની સેનાએ અને સામે એક બુંદ જેટલી એ ગામની સેના.અત્યાર ના જમાના માં  જોઈએ તો મૂર્ખાઈ માં ગણવામાં આવે પણ ધર્મ કાજે રક્ષા કરવી અને ધર્મ કાજે ખપી જવું એ જ સાચું છે , ગામના મુખી દાદુ બારોટ અને તેમની છોકરી સુજાન અને જમાય અમર નું અદમ્ય સાહસ જોઈને કોઈના પણ રુવાડા ઉભા થઇ જાય એવું આ ફિલ્મ માં ભજવવામાં આવ્યું છે, એક બાજુ  અલ્લાઉ દિન ખીલજી ને ખુબ જ ક્રૂર અને હિંસાવાદી બતાવેલ છે , કોઈ પણ વ્યક્તિ ને નિર્દયતાથી મારી નાખવો એ એના માટે નાની વાત છે,

 

આ ફિલ્મ જ્યાં સુધી થીએટર માં ચાલે છે ત્યાં સુધી અમારો કોઈ હક નથી કે અમે આખી કહાની અહીં જણાવીએ , પરંતુ એટલું સોકકસ કહીશું કે આ ફિલ્મ બાળકો , સાથે વાલીઓ અને વૃદ્ધો એ સાથે મળીને જોવા લાયક ફિલ્મ છે, અમને પણ ગર્વ થાય છે કે ગુજરાતી માતૃભાષા માં આવી ફિલ્મ આવે અને તેનું વર્ણન કેમ કરીને રહી જાય ? vijaygiri Flim Production એ ખુબ જ મહેનત થી આ ફિલ્મ બનાવી છે અને ખુબ જ મહેનત નું લોહી રેડેલું છે , બધા જ કલાકારો ની એકટિંગ પણ ખુબ જ વખાણવા લાયક છે, 

 

આ ફિલ્મ કોને જોવા  લાયક છે ?

જેમને અમર કથા અને એત્યાસિક વારસો જાણવામાં રસ હોય અને આપણા ગુજરાતી ની શોર્ય ગાથા અને ખુમારી ની યાદો તાજી કરવી હોય, જે પણ ૭ વર્ષ કરતા મોટા બાળકો ને બતાવી શકાય, વાલીઓ અને વૃધ્ધો સાથે જોવા લાયક ફિલ્મ , અને હા જેને કૉમેડી જ ગમતી હોય અને ગુજરાતી ભાષાની મજાક બનાવવા મજા આવતી હોય તે આ ફિલ્મ ના જોવે. (( આવું હું આટલા માટે કહું છું કે હું થિયેટર માં ફિલ્મ જોવા ગયેલ અને ત્યાં અમુક એવા તત્વો ફેમિલી માં આવેલ જે ગુજરાતી ભાષાની મજાક કરતા હતા અને વાત વાતમાં પાત્રો ની મજાક કરતા હતા, મને ફિલ્મ માં ખુબજ રસ પડ્યો પરંતુ હું વારંવાર disturb થતો હોવાથી ફરિયાદ કરવી પડી.))

આ ફિલ્મ ને આટલું સારું પરદા પર દર્શાવવા બદલ હું Kasumbo ફિલ્મ ના નિર્દેશક -ડિરેક્ટર અને તમામ કલાકારો ને હું Sanjay Lathiya  દિલ થી અભિનંદન પાઠવું છું.

કલાકારો : 
Shradhha as Sujan
Raunaq કામદાર -અમર 
Dharmendra Gohil -Dadu Barot

Darshan Pandya -Allauddin Khalji
Firoz Irani - Visa Bha

Read More Review | Informedia | entertainment 

--1-0
--1-1
--1-2
--1-3

Leave a Comment on this Blog